एक घड़ी आधी घड़ी आधी में पुनि आध।
तुलसी संगत साधु की, हरे कोटि अपराध

શૈક્ષણિક પ્રવૃત્તિ

શિક્ષણ સમાજના વિકાસનો પાયો છે. શિક્ષણ માનવીની આંતરિક શક્તિનો વિકાસ કરતું હોવાથી તથા તે માનવ ઘડતરની મુખ્ય સામાજિક ક્રિયા હોવાથી તેનું સ્થાન માનવજીવનમાં શ્રેષ્ઠ છે. શિક્ષણ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ શાળાને સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખાવી છે.શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. તેમજ વિવિધ ક્ષેત્રોમાં વધતા-જતા પરિવર્તનોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ, સમાજનાં વિકાસ માટે હજુ વધુ સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તેમ છે.

તેના ભાગ રૂપે  ભાવનગર  સાધુ સમાજ  નું ક્રેડીટ સોસાયટી ગ્રુપ જેની સ્થાપના  ૨૦૦૧ માં કરવામાં આવેલ.આ ગ્રુપ છેલા ૫ વર્ષ થી  ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ ને નોટબુક ની વિતરણ કરે છે.જેમાં શ્રી હરૂભાઇ ગોંડલિયા અને શ્રી ચેતન બાપુ હરિયાણી (મોરારી બાપુ ના લઘુ બંધુ) ના હસ્તે બાળકો ને  નોટબુક નું વિતરણ કરવામાં આવેલ .

  • રથયાત્રા સન્માન 2013
  • રથયાત્રા સન્માન 2012
  • વીડિઓ ગેલેરી (સ્નેહ મિલન)
  • વિડીઓ ગેલેરી (ભૂમિપૂજન )
  • ફોટોગેલેરી (ભૂમિપૂજન )
  • ફોટો ગેલેરી
  • આમંત્રણ
  • ભૂમિ પૂજન
  • પજેશન
  • Site Meter